યોગ ના હેતુ વિવિધ પ્રકારના હોય છે. લોકો સ્વાસ્થ્ય સુધારવાથી લઈને મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગ સાધના કરતાં હોય છે. એવું કહેવામાં આવે છે કે યોગનો હેતુ મોક્ષ પ્રાપ્તિનો છે જે લૌકિક આધિ, વ્યાધિ અને ઉપાધિઓમાંથી, (સંસાર)ના ચક્ર જન્મ અને મૃત્યુ માંથી મુક્તિ આપે છે..
યોગ શબ્દના બે અર્થ થાય છે જે મહત્વપૂર્ણ છે. પહેલો અર્થ છે કે જોડ અને બીજો અર્થ છે સમાધિ. જ્યા સુધી આપણે પોતે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચી શકાતું નથી. યોગ નાં તો દર્શન છે કે નથી ધર્મ, પરંતુ ગણિતથી થોડું વધુ છે. જેમ કે બે માં બે ઉમેરો તો ચાર જ આવે. તમે વિશ્વાસ કરો કે ન કરો, અજમાવી ને જોઈ લો.
યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. યોગ જીવન જીવવાની કળા છે. પાતંજલિએ ઈશ્વર એટલે કે સત્ય, સ્વયં, મોક્ષ કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ દર્શાવી છે. પહેલી સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે.

એવું કહેવાય છે કે પર્વતોમાં શ્રેષ્ઠ હિમાલય છે, તેવી જ રીતે તમામ ધર્મો, દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે. તમે સાંભળ્યુ તો હશે કે ધર્મયોગ, અને કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ. આ બધા સાથે યોગ શબ્દ જોડાયેલો છે. યોગ એક વૃહત્તર વિષય છે. યોગના આઠ અંગ એટલે કે આષ્ટાંગ યોગ. પાતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. શરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે, જેમ કે સમુદ્રમાં છલાઁગ મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો આ અભ્યાસ પાંચ અંગોમાં સમેટાયો છે. આષ્ટાંગ કર્યા વગર ભવસાગર કે મોક્ષ સિદ્ધ કરી શકાતુ નથી.

 

સ્ત્રોત: લાઈફ કેર

url