જાલંધર બંધ
Anand
17 January 2025
જાલંધર બંધ : સંસ્કૃતમાં જાલનો અર્થ ગુંચળું કે જાળું એવો થાય છે અને ધરનો અર્થ ધારણ કરવું કે ટેકો આપવો એવો થાય છે. જાલંધર બંધ નાડીઓના સમુહ કે ગુંચળાને ઉર્ધ્વ કરવામાં કે ઉપર ઉઠાવવામાં સહાય કરે છે.
આપણે આગળના લેખમાં જોયું કે ઉડ્ડિયાન બંધ દ્વારા નાડીસમુહોને અંદરની તરફ અને ઉર્ધ્વ દિશામાં ખેંચવામાં આવે છે. જાલંધર બંધ એ પ્રયત્નોને ઉપરના ભાગથી એટલે કે કંઠ કે ગળાના ભાગથી ટેકો આપે છે. અંગ્રેજીમાં એથી જ જાલંધર બંધને throat lock તરીકે ઓળખવામાં આવે છે.