દમ એક અસાધ્ય રોગ છે જે ફેફસાંની નળીઓમાં સંકોચનના કારણે થાય છે. દમ અનેક કારણોને લીધે થઈ શકે છે. જેમાંથી ઘણાં કારણો માનસિક, વારસાગત કે પછી એલર્જીના લીધે પણ હોય છે. આ એક માનસિક રોગ છે. મનમાં ડર, ભય, ગભરાટ, ઇર્ષા, ક્રોધ, ધૃણા, વિયોગ, કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાથી વગેરે કારણોથી ઉત્પન્ન થાય છે.
આ રોગ એલર્જી ઉત્પન્ન કરતાં પદાર્થોથી પણ થઈ શકે છે. જેમ કે, ધૂળ, પ્રદૂષણ, તેલનો વઘાર, સુગંધ કે વાસ વગેરેથી થઈ શકે છે. યોગના માધ્યમથી દમની બિમારીનો સંપૂર્ણ ઉપાય કે ઈલાજ શક્ય છે.
 

યૌગિય ઉપાય :

યોગના માધ્યમથી કોઈ પણ પ્રકારના દમના રોગી (પેશન્ટ)ને લાભ થાય છે, જો એ યોગ્ય અભ્યાસ કોઈ જાણકાર અને અનુભવી યોગ શિક્ષકના નિર્દેશન હેઠળ કરવામાં આવે.

સૌપ્રથમ દમની બિમારીમાં જો કબજિયાત રહેતી હોય તો પહેલાં એનો ઈલાજ કરવો જોઈએ. એ પછી જ યોગ અભ્યાસ લાભકારક નિવડે છે.

આસન: સૂર્યનમસ્કાર, હસ્તઉત્થાનાસન, ધનુરાસન , ત્રિકોણાસન, માર્જરી આસન, શશાંક ભુજંગાસન, પ્રણામાસન, કંધરાસન, મયુરાસન, ઉત્યિત લોલાસન, સર્વાંગાસન, તોલુંગલાસન, પરિવૃત મનશિર્ષાસન.

પ્રાણાયમ: નાડી શોધન પ્રાણાયામ, ભસ્ત્રિકા (કુંભક અને જાલંધર બંધની સાથે કરવાથી ફેફસાંની શક્તિ વધે છે.)

કપાલભાતિઉદર શ્વસન (હંમેશા કરવા લાયક) ષટકર્મર્ર્ર્ : જલનેતિ, કુંભક (વમન ક્રિયા) ક્રિયાથી અસ્થમામાં ફાયદો થાય છે. વસ્ત્ર, ધૌતિ તથા લઘુશંખ પ્રચ્છાલન પણ લાભકારક છે.

પ્રત્યાહાર: યોગનિંદ્રા, અજપાજપ (નાભિથી ગળા સુધીની ‘સોહમ’ મંત્ર સાથેની શ્વસન ક્રિયા)

 

ધ્યાનમાં રાખવાની બાબત:

કફ ઉત્પન્કરનારા પદાર્થોનું સેવન કરવું નહીં. જેવા કે દૂધ અને દૂધની બનાવટ, માંસાહાર, ભાત વગેરે.

શિવામ્બુ કલ્પ: ડામર તંત્રમાં શિવામ્બુ કલ્પ વિધિવત રીતે લખાયેલો છે. શિવામ્બુનો પ્રયોગ કોઈ સારા માર્ગદર્શક હેઠળ જ કરવો જોઈએ. સ્વમૂત્ર માં ઘણાં પ્રકારના વિટામીન, લવણ, હોર્મેન્સ, જેલ અને કાર્ટિજોન રહેલાં હોય છે, જેનાથી દમની બિમારીમાં ફાયદો થાય છે.

જે વ્યક્તિ ને અસ્થમાનો તીવ્ર દોરો પડતો હોય તેણે સ્વમૂત્રનો ઉપયોગ ઉપવાસ સાથે કરવો જોઈએ. શિવામ્બુ લેવાના એક કલાક પહેલાં પેટ ખાલી હોવું જોઈએ અને જમ્યા પછી એક કલાક પછી શિવામ્બુ લઈ શકાય. અસ્થમાના દર્દીએ શિવામ્બુનો પ્રયોગ માથા, ગળા, છાતી, પીઠ, મોઢું અને હાથ ઉપર માલિશથી પણ કરવો જોઈએ.

 

દમ /અસ્થમા માટે યોગાભ્યાસ

ઉથિત લોલાસન: સીધા ઊભા રહી બંને પગ વચ્ચે ૧-૩ ફિટ જેટલું અંતર રાખવું. બંને હાથ ઉપર લઈ જઈ હથેળીને આગળની તરફ ઢીલી મૂકવી. સૌ પ્રથમ લાંબો શ્વાસ લેવાનો પછી શ્વાસ છોડતાં જટકાથી બંને હાથ નીચે લઈ જઈ કમરથી નીચેની તરફ વાળો અને હાથને ઉપર નીચે ચાર વખત ઝૂલાવો અને આ દરમિયાન નાકથી શ્વાસ લઈને મોંઢાથી શ્વાસ છોડવો. પાંચમી વખત શ્વાસ લેતા ઉપરની તરફ સામાન્ય સ્થિતિમાં પાછા ફરવું. આ પ્રમાણે આ આસન પ-૧૦ વખત પોતાની શારીરિક ક્ષમતા પ્રમાણે કરવું.

જે ને માથમા ચક્કર આવતા હોય, હાઈ બી.પી. હોય કે સ્લિપ ડિસ્ક હોય એવા લોકોએ આ આસન શિક્ષકની સલાહ અને માર્ગદર્શન પ્રમાણે કરવું જોઈએ.

સ્ત્રોત: યોગાચાર્ય ભાસ્કર હિન્દુસ્તાની , ગુજરાત સમય , યોગ ઉપયોગ

url