પ્રાણાયામમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ.

સ્થળઃ

જ્યાં પ્રાણાયામ કરવા બેસો તે સ્થળ શાંત, જીવાણુ કે મચ્છર-ધૂળ-ગંદકી વિનાનું સ્વચ્છ હોવું જોઈએ. બહુ ઊંચું કે નીચું નહીં પણ સમતલ હોવું જોઈએ. ઓછામાં ઓછું પાંચ ફૂટના અંતરમાં કશું જ આસપાસ ન હોવું જોઈએ. એને માટે નીચેની જગ્યાઓ શ્રેષ્ઠ ગણી શકાયઃ (અ) નદીના સંગમ પર (બ) પર્વતની તળેટી, ગુફાઓ(ક) ગાઢાં લીલાં જંગલ (ડ) સરોવર કાંઠે આવેલ બાગ-બગીચા-ઉદ્યાન. જો આ સગવડ ઉપલબ્ધ ન હોય તો બારીઓ સાથે સ્વચ્છ અને શાંત ઓરડો કે ઘરનો એકાંત ઓરડો પણ ચાલે.

 

બેઠકઃ

બેઠક અતિ નરમ કે અતિ કડક ન હોવી જોઈએ. બહુ ઊંચી કે નીચી ન હોવી જોઈએ. 3-4 ઇંચ જાડી કોટન ગાદી કે શેતરંજી સપાટ સ્થળે પાથરેલી ચાલે. કોઈ ગ્રાસ મેટ પર ચાર ઘડી કરેલી ચાદર પણ ચાલે. એવું આસન હોવું જોઈએ જેનું ઉપલું લેયર રોજ ધોઇ શકાય તેવું હોવું જોઈ. એટલે પાતળું કપડું સૌથી ઉપરના લેયર તરીકે ચાલે.

 

હવામાનઃ

બહુ ઠંડું, બહુ ગરમ કે વરસાદી ન હોવું જોઈએ.

 

અગ્નિ /પ્રકાશઃ

પ્રાણાયામ માટેનું સ્થળ એવું હોવું જોઈએ કે જ્યાં સૂર્યનાં કિરણો દિવસે પહોંચતાં હોય અને પૂર્ણ રીતે અંધારું ન હોય. એ જગ્યા અતિગરમ કે અતિશય પ્રકાશવાળી ન હોવી જોઈએ એટલે કે થોડો પ્રકાશ થોડુંક ગરમ ચાલે. કોઈક કારણસર પ્રાણાયામના કમરામાં સૂર્યકિરણો ન પહોંચતાં હોય તો યજ્ઞવેદીનો ગરમાટો તમને સૂર્યકરિણોની અસર આપી શકશે. આમ યજ્ઞવેદીનો પવિત્ર અગ્નિ તમને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં શક્તિ આપશે.

 

હવાઃ

બહુ પવન સૂકાપણું લાવે અને ધૂળભર્યો હોય. એટલે આ સ્થળ પવન વિહોણું પણ બહુ ગરમ હવા ન હોય તેવું જોઈએ. હવા વહેતી હોવી જોઈએ અને સ્વાસ્થ્યને નુકસાનકારક કોઈ તત્ત્વ એમાં ન હોવું જોઈએ.

હવા બાજુમાંથી કે પાછળથી આવતી હોવી જોઈએ, સામેથી નહીં. જો હવા સુવાસિત, હેલ્ધી અને હેલ્પફુલ હોય તો સારું. પેટ્રોલ, ડિઝલ કે સિગારેટના ધુમાડાવાપળી હવા તંદુરસ્તીને નુકસાન કરશે.

 

ખોરાકઃ

ખોરાક સાત્વિક લેવો જોઈએ. એમાં ફળો, શાકભાજી, દૂધ, ઘી, દહીં, ભાત, દાળ, રોટલી અને મીઠાઇ વગેરે હોવાં જોઈએ. ઉતાવળે ખોરાક ખાવાથી કે પાણી પીવાથી કે પશુઓની માફક ઊભા રહીને ખાવાપીવાથી નુકસાન થાય છે.

 

રાજસી ખોરાક ઓછો લેવોઃ

તળેલ, રોસ્ટેડ, મરી-મસાલાવાળો ખોરાક ઓછો લેવો. ખોરાક બહુ ખાટો કે પેટમાં બળતરા કરે તેવો ન હોવો જોઈએ. મેંદાની કે પલ્સ-પાવડરની બનેલી ચીજો પણ બને ત્યાં સુધી ઓછી લેવી.

 

તામસી ખોરાક છોડી દેવોઃ

નીચેના પ્રકારની ખોરાકી ચીજો સાવ છોડી દેવી. જેમ કે વાસી, રોટન, આથો આણેલી, પેક્ડ અને ટીનની વાનગીઓ ન ખાવી. સિગારેટ, તમામ ઇન્ટોક્સિકન્ટ્સ, ધૂમ્રપાન, માંસ, ઇંડાં, માછલી અને સોફ્ટ ડ્રિંક્સ પણ ના લેવાં. ખોરાક ફાયદો થાય તેવો, ઓછી માત્રામાં, પ્રામાણિકતાથી કમાયેલ અને નિયમિત રીતે લેવાવો જોઈએ. એવો જ ખોરાક લો કે જે શરીર માટે લાભદાયી હોય. પેટ થોડું ખાલી રાખવું. પૂરેપૂરું ન ભરવું. પેટની કુલ જગ્યા અડધી ખોરાકથી, પા ભાગ પાણીથી અને બાકીનો પા ભાગ હવાથી ભરવો જોઈ. ઉપરાંત જે કાંઈ ખાઈએ તે પ્રામાણિકતાથી કમાયેલું હોવું જોઈએ કે આપણે જે ખાઇએ છીએ તે આપણું મગજ તૈયાર કરે છે, જે પાણી પીએ છીએ તે વાણી ઉત્પન્ન કરે છે અને જે વિચારીએ છીએ તે મુજબ આપણી દુનિયા બનશે. ખાવાનો સમય એક વાર નક્કી કરીને રાખવો. જેથી ગ્રંથિઓ એ રીતે ટેવાશે અને જે તે સમયે સક્રિય બનશે. પ્રાણાયામ અને ભોજન વચ્ચે ઓછામાં ઓછો પાંચથી છ કલાકનો ગાળો રહેવો જોઈએ  જેથી પ્રાણાયામ કરતી વખતે પેટ ખાલી હોય.

 

ઉપવાસઃ

જેમને પ્રાણાયામ કરવો હોય તેમણે લાંબો ઉપવાસ ન રાખવો. જો લાંબો ઉપવાસ હોય તો શરીરના ઇંધણ તરીકે લોહી-માંસ અને ક્યારેક હાડકાં બળે છે. વધુમાં વધુ 12 કલાકનો ઉપવાસ રાખી શકાય. ઉપવાસને કારણે કબજિયાત વકરે છે. પ્રાણાયામને લીધે જો કે કબજિયાતમાં રાહત થાય છે, પણ કબજિયાતમાં પ્રાણાયામ કરવાથી બિનજરૂરી ગરમી શરીરમાં ઉત્પન્ન થાય છે.

 

ઊંઘઃ

આખો દિવસ કામ કરીને અને આખી રાત આરામ કરવો લાભદાયી છે. આપણે સવારે અને સાંજે બંને વખતે પ્રાર્થના કરવી જોઈએ. 5થી 6 કલાકની ઊંઘ આવશ્યક છે પણ 10થી 12 કલાકની ઊંઘ નુકસાનકારક છે.

 

મહિલાઓઃ

માસિકચક્રના ગાળામાં મહિલાઓએ શ્વસન હળવું રાખવું જેથી શરીરમાં ગરમી ન ઉત્પન્ન થાય.

 

સગર્ભાવસ્થાઃ

સગર્ભાવસ્થા દરમિયાન પણ શ્વાસ રોકીને પ્રાણાયામ કરી શકાય છે.

 

દર્દીઓઃ

જો તાવ હોય તો પ્રાણાયામ ન કરવો કેમ કે એ વખતે શરીરનું ટેમ્પરેચર બહુ જ હાઈ હોય છે. તાવ ઊતરી ગયા પછી પ્રાણાયામ કરી શકાય. દર્દીઓએ યોગશિક્ષકની હાજરીમાં  પ્રાણાયામ કરવો.

 

અંતરની જાગૃતિની પ્રક્રિયાઃ

આ એક કી એલિમેન્ટ છે- યોગની તમામ પ્રેક્ટિસનો પાયાનો ઘટક છે. સામાન્ય રીતે આપણે આપણા શરીર અંગે સભાન હોઈએ છે કેમ કે તે બીજાને અને આપણને આયનામાં દેખાતું હોય છે. અંતરની જાગૃતિની પ્રક્રિયા દ્વારા આપણે શરીરમાં રહેલ અવકાશ જેને અંતરાકાશ કહે છે તે વિશે જાગૃત બનીએ છીએ અને આપણે શરીરની આંતરિક અનુભૂતિ વિશે જાગૃત બનીએ છીએ. આ પ્રક્રિયા બહુ સરળ છે અને એક વાર એ શીખી લેવાય અને એમાં પ્રાવીણ્ય મેળવાય તે પછી એનો લાભ લઈને આપણી તમામ પ્રવૃત્તિઓ દ્વારા શરીરને જાણી શકાય છે.

  • રિલેક્સ પણ ટોલ પોશ્ચરમાં સૂઓ અથવા બેસો- એક પછી એક હિસ્સો શરીરમાં રહેલ અવકાશ વિશે જાણશે. આંખોથી શરૂ કરો, ચહેરો, માથું, ગરદન, ખભા, જમણા-ડાબા બાહુ, આંગળીના ટેરવાં, કરોડ, પેલ્વિક, ડાબા-જમણા પગ છેક અંગૂઠા સુધી-પેટ-છાતી-નાકનું ટેરવું.
  • શરીરના અવકાશ વિષે જાગૃત થયા બાદ માથામાં તેમ જ ગરદન-છાતી- બાહુ-પેટ-પગ વગેરેને મેનિપ્યુલેટ કર્યા સિવાય, શ્વાસના પ્રવાહ વિષે સભાન થવું.
  • શ્વાસ ધીમે ધીમે વહેવા દેવો અને એને ધીમો રાખીને ઉદરપટલના હલનચલનનો ઉપયોગ કરી ઊંડો બનાવો જેથી છાતી આડી- એના નીચલા બે તૃતિયાંશ ભાગમાં- ફૂલે અને પેટ શ્વાસ દરમિયાન પૂરેપૂરું બહાર આવે અને ઉચ્છવાસ દરમિયાન સંપૂર્ણપણે અંદર જાય.
  • સભાન- હેપી શ્વસનનો ઉપયોગ કરી પ્રાણાસંયમનની પ્રક્રિયા શરૂ કરો. કોઈ સ્પેસિફિક જગ્યા પર જેમ કે ગરદન અને ખભાનો પાછલો ભાગ, છાતીનો પાછલો ભાગ, પેટનો પાછલો ભાગ- પર ધ્યાન ફોકસ કરી ઉચ્છવાસ દરમિયાન સાફ કરી રહ્યા છો અને શ્વાસ દરમિયાન એને હીલિંગ એનર્જી આપીને તંદુરસ્તીથી ભરી રહ્યા છો એમ ફીલ કરો.

 

ટીચર્સ ટીપ્સઃ

મારા 14 વર્ષના શિક્ષક તરીકેના અનુભવ દરમિયાન મેં જોયું છે કે ઘણા બધા માણસો ખોટી રીતે પ્રાણાયામ કરે છે. પ્રાણાયામ એ સૌથી મોટું તપ છે અને એનાથી પાવરફુલ કશું નથી. જ્યારે પ્રાણિક એનર્જી કંટ્રોલ થાય છે તો મન આપોઆપ કંટ્રોલ થાય છે. એ તમારી લોન્જેવિટી વધારે છે. તમામ રોગો દૂર કરે છે, અપરાધભાવ દૂર કરે છે, મનનો અંધકાર દૂર કરે છે અને સેલ્ફ રિઅલાઇઝેશન તરફ લઈ જાય છે.જ્યારે પણ તમે પ્રાણાયામ કરવા ઇચ્છો તો એ કરતાં પહેલા સહેજ સૂક્ષ્મ વ્યાયામ કે આસન કરી લેવું કેમ કે જ્યારે ખેંચાયેલા હોય ત્યારે સ્નાયુઓ સારું પરફોર્મ કરી શકે છે. જો પ્રાણાયામની નિયમિત અને યોગ્ય રીતે પ્રેક્ટિસ કરવામાં આવે તો ઘણીવાર મોસમ બદલાતાં ઘણાને કફ, શરદી, ગળામાં ખરાશ અને માથાનો દુખાવો થતો હોય તે ન થાય. કેમ કે નિયમિત પ્રાણાયામ કરવાથી વધારાનું મ્યુકસ બળી જાય છે. વાત, પિત્ત અને કફ પ્રકૃતિ પ્રમાણે પ્રાણાયામ અલગ અલગ હોય છે એટલે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે તમારી પ્રકૃતિ અનુસારનો પ્રાણાયામ કરો.

url

Image
પ્રાણાયામના પાયાના