થાઇરોઇડને ગલગ્રંથિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ગલગ્રંથિ એરકન્ડિશનની જેમ કામ કરે છે. જ્યારે શરીરની મેટાબોલિક ક્રિયાઓ વધારે કામ કરતી હોય છે ત્યારે આ અંત:સ્રાવ શરીરમાં ઓછા થાય છે ત્યારે તેમની ક્રિયાઓનું સંતુલન તથા પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય આ અંત:સ્રાવ ગલગ્રંથિ થાઇરોઇડ કરે છે. .

જેમ-જેમ માણસની વય વધતી જાય છે, તેમ તેમ થાઇરોઇડની કાર્યક્ષમતામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ફેરફાર થાય છે. મોટાભાગે તો એવું બને છે કે ઉંમરલાયક વ્યક્તિમાં જ્યારે ગ્રંથિ ઓછું કામ કરતી હોય ત્યારે શરીરની અનેક ક્રિયાઓ અવ્યવસ્થિત થઇ જાય છે. આવા દર્દીઓમાં અનેક પ્રકારના અસાધારણ ચિહ્નો જોવામાં આવે છે. જો ખૂબ જ નાના બાળકોમાં આ તકલીફ હોય તો તે બાળક સાવ સુસ્ત પડી રહે છે. મોટાભાગે દર્દી આળસનો અનુભવ કરે છે. સુસ્ત રહે. કામકાજમાં કોઇ ચિત્ત રહે નહીં. દિવસ દરમિયાન પણ ઊંઘમાં રહે છે..

થાઇરોઇડ ગ્રંથિ જ્યારે આવશ્યકતાથી વધુ કામ કરતી થાય છે ત્યારે શરીર દરેક ક્રિયામાં વધારે ઝડપી અને આવશ્યકતાથી વધુ વેગવંતુ બની જાય છે. આને કારણે શરીરમાં અનેક ફેરફારો અને નુકસાન પણ થાય છે. થાઇરોઇડ ગ્રંથિનો હોર્મોન્સ બનાવવાનો મુખ્ય આધાર આયોડિન છે. જે આપણા રોજિંદા ખોરાકમાંથી મેળવી લે છે. સરેરાશ ૧૦૦થી ૧૫૦ માઇક્રોગ્રામ આયોડિનની જરૂર આપણા શરીરને પડે છે, પરંતુ ઘણા પ્રદેશોમાં જમીનનું ધોવાણ થવાથી આયોડિન શરીરને મળતું નથી. આવા સંજોગોમાં થાઇરોઇડ ગ્રંથિને વધારે કામ કરવું પડે છે, તેથી કરીને તે કદમાં મોટી થાય છે, આ સ્થિતિને ગોઇટર કહે છે..

જ્યારે થાઇરોઇડ રોગથી પીડાતા બાળકોની વય ૧૦ કે તેથી વધુની હોય ત્યારે તેને સર્વાંગાસન, મત્સ્યાસન, હલાસન, સિંહાસન, શક્ય હોય તો શીર્ષાસનનો અભ્યાસ, તદુપરાંત શવાસનનો અભ્યાસ તથા પ્રાણાયામ પ્રકરણમાં ઓમ્‌કાર, ભ્રમરી, કાર્યક્ષમતાની સુચારુતા જાળવી રાખે છે. જો તેની કાર્યશક્તિના વળતાં પાણી થયા હોય તો ફરીથી થાઇરોઇડની વિશિષ્ટ ક્ષમતાને જાગૃત કરી શકાય. ઉજ્જયી પ્રાણાયામનો અભ્યાસ પણ આ તકે ખૂબ જ ઉપયોગી પૂરવાર થયો છે. .

ઉજ્જયી પ્રાણાયામ માટે બન્ને નસકોરાથી શ્વાસ લેવો. બન્ને નસકોરાથી અથવા ડાબા નસકોરાથી શ્વાસ છોડવો. શ્વાસ લેતી અને છોડતી વખતે બન્ને વખત શ્વાસને ગળામાં રહેલા ગ્લોટીસ સાથે સાધારણ સ્પર્શ થાય તે પ્રમાણે લેવો અને મૂકવો. શ્વાસનો નિયમ આરંભમાં ૧ : ૨ના ક્રમ પ્રમાણે રાખવો. ધીરેધીરે કુંભકની ટેવ પાડવી..

સૌથી અગત્યની વાત તો એ છે કે પ્રતિપળ ‘હું સારો થઇ રહ્યો છું.' તેવો ભાવ રાખવો. ડોકટરી સારવાર, વ્યાયામ કે યોગાભ્યાસ અને માનસિક સ્વસ્થતાનો ત્રિવેણી સંગમ સંપૂર્ણ સુખદ સ્વાસ્થ્યનું નજરાણું આપશે..

url

Image
પ્રાણાયામ અને