યોગ એક વિજ્ઞાન છે એટલે એ માત્ર આસનો નથી.. આપણે જોઈએ કે કઈ રીતે યોગ કિશોરાવસ્થામાં થતી સમસ્યાઓ પર કાબૂ મેળવવામાં મદદ કરે છે.
 

યોગ અને ઓર્થોપેડિક રોગો.

યોગ ઢીંચણનો દુખાવો, કરોડરજ્જુની તકલીફો, ગરદન, ખભા તેમ જ ગ્રોઈનના સ્ટિફ સ્નાયુઓ ઉપરાંત અયોગ્ય રીતે બેસવા-ઊઠવાની રીતને કારણે વાસ્કયુલર ઇન્સફીશ્યન્સી જેમ કે વર્ટીગો, ગીડ્ડીનેસ, ક્યારેક ટીનીટસ, (કાનના ઇનર કોરમાં રીન્ગીંગ સેન્સેશન), દુખાવો જેવા ઓર્થોપેડિક રોગમાંથી રીકવર થવામાં મદદ કરશે.

 

દુખાવામાં રાહત આપતા આસનો

  1. સર્વાંગાસન
  2. હલાસન
  3. શીર્ષાસન
  4. બેક બેન્ડીંગ આસનો જેવા કે ચક્રાસન, કપોતાસન, નટરાજાસન, ધનુરાસન,
  5. તાડાસન
  6. ભારદ્વાજાસન
  7. અર્ધ મત્સ્યેન્દ્રાસન
  8. મરીચ્યાસન
  9. અધોમુખ શ્વાનાસન
  10. સુપ્ત પાદાન્ગુષ્ઠાસન .

 

ઓર્થોપેડિક રોગોમાં આ આસનો શા માટે મહત્વના ગણાય છે ?

  1. મણકાના સંકોચનથી દુખાવો થતો હોય છે તે સ્પાઈનલ એક્ષ્ટેન્શનથી દૂર થાય છે.
  2. યોગમાં ટ્રાપેઝીયસ અને અન્ય સ્નાયુઓ ખેંચવાથી આંતરિક વરટીબ્રલ સ્પેસીસ પહોળી થાય છે.
  3. સર્વાંગાસન, હલાસન અને બેક બેન્ડીંગ જેવા આસનો ટાઇટ ટ્રપેઝીયસ મસલ્સ ઢીલા કરે છે અને હંચ(ખૂંધ) જેવી પોશ્ચરલ ડીફેક્ટ્સ સારી થાય છે.
  4. બેક બેન્ડીંગથી નર્વ કંપ્રેસન રિલેક્સ થાય છે.
  5. ભારદ્વાજાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન વગેરે જેવા ટ્વીસ્ટીંગ આસનો ડોર્સલ અને સર્વાઇકલ સ્પાઇન ઢીલી કરવા માટે શ્રેષ્ઠ છે. કેટલાંક લોકોમાં સ્પાઇનનું રોટેટર બહુ જ સ્ટિફ હોય છે. જેથી ગરદન દ્વારા રોજના કામમાં ભાગ્યે જ કામ થઈ શકે છે. આ આસનો સ્ટિફનેસ રિલિવ કરવા અને દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.
  6. શીર્ષાસનથી સર્વાઇકલ કોલમ લાંબી થાય છે અને વજન ધારણ કરવામાં મદદ મળે છે.

 

ગળામાં ક્રોનિક ખરાશ, અસ્થમા, એલર્જિક છીંકો અને અન્ય પલ્મોનરી રોગો.

આના માટે નીચેના આસનો છેઃ .

  • બેક બેન્ડીંગ આસનો જેવા કે, ચક્રાસન, ભૂજંગાસન, સેતુબંધાસન.
  • ફોરવર્ડ બેન્ડીંગ આસનો જેમ કે જાનુ શીર્ષાસન, પશ્ચિમોત્તાનાસન, પ્રસરિતા પાદોત્તાનાસન, શીર્ષાસન, સર્વાંગાસન અને તેની સાયકલ આ આસનો આ રીતે લાભ પહોંચાડે છે:

રેફરન્સ: પૂર્વી શાહ, ફેમિના, નવગુજરાત સમય

url

Image
કિશોરાવસ્થામાં થતી સમસ્યાઓ અને યોગ