ઉજ્જયી પ્રાણાયામ એ સાયકિક શ્વસન છે. ૐ સાથે સંકળાવાથી એ એક્સલન્ટ રિલેક્સેશન અને પ્રિમેડિટેટિવ ટેકનિક બને છે. એ શીખવા માટે સરળ છે અને કોઈ પણ સમયે, રાત્રે કે દિવસે યુવાનો-વૃદ્ધો બધાં એની પ્રેક્ટિસ કરી શકે છે. તમે તમને જે પોઝિશન સૌથી વધારે કમ્ફર્ટેબલ લાગે, ખાસ કરીને સ્પાઇન, નેક અને માથું એક લાઇનમાં રહે તેટલી વાર સુધી એનો ઉપયોગ કરી શકો છો.
 

રીત:

  • તમારું આખું શરીર રિલેક્સ કરો અને તમારી પોઝિશન એડજસ્ટ કરો, જેથી તમારે પ્રેક્ટિસ કરતી વખતે બદલવી ન પડે.
  • આંખો બંધ કરો.
  • શ્વાસ નસકોરાં વાટે લેવા-મૂકવામાં આવે તેનું ધ્યાન રાખો.
  • હવે તમારી અવેરનેસ ગળા સુધી નીચે ઊતારો. શ્વાસને ગળામાં ફિલ કરો.
  • ગ્લોટિસ કોન્ટ્રેક્ટ કરો.
  • ઊંડો અને હળવેથી શ્વાસ લો. તમારું બ્રિધિંગ કોઈ બાળક સૂતું હોય અને ઝીણાં નસકોરાં બોલતાં હોય એવું સંભળાવું જોઈએ.
  • તમને કેવળ ગળામાંથી શ્વાસ લેવાતો હોય એવી ફિલિંગ આવવી જોઈએ.
  • દરેક શ્વાસના અંદર-બહાર થવા સાથે ૐને મિક્સ કરો.
  • જ્યારે શ્વાસ લો ત્યારે માનસિક રીતે ૐ જપો.
  • જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે માનસિક રીતે ૐ જપો.
  • ઉજ્જયી અને માનસિક રીતે ૐ જપવાની પ્રેક્ટિસ કરો.

 

સમયગાળોઃ

  • આ ટેકનિકથી પ્રેક્ટિસ કલાકો સુધી થઈ શકે જોકે, ટેન્શન રિમુવ કરવા અને રિલેક્સ થવા અથવા વધારાની મેડિટેશનલ પ્રેક્ટિસ માટે તમે તૈયાર થાવ તે માટે 5 કે 10 મિનિટ સુધી આ ટેકનિક કરવી પૂરતી છે.

ફાયદાઃ

  • આ પ્રેક્ટિસ આમ ભલે સરળ હોય પણ એની અસર આખાય શરીર પર તેમ જ માનસિક ફલક –સાયકિક પ્લેન- પર બહુ ઝીણવટભરી છે.
  • આ ટેકનિક નર્વ્ઝ સિસ્ટમને શાંત કરે છે અને તમામ ચિંતાઓ તથા તકલીફો મગજમાંથી દૂર કરે છે.
  • જે લોકો અનિદ્રાથી પીડાતા હોય તેઓ જો આ ટેકનિક રાત્રે પથારીમાં કરે તો તેમને ગાઢ ઊંઘ આવે છે.
  • ઓશિકા વગર શવાસનમાં સૂઈ જવું, કેમ કે જો માથું ઊંચું હોય તો શ્વાસ લેવામાં વિઘ્ન ઊભું કરે છે. ઉજ્જયીની પ્રેક્ટિસ ૐ સાથે કરવાથી ઊંઘમાં વધારો થશે.
  • બ્લડપ્રેશર હાઇ રહેતું હોય તેવા લોકો માટે આ બહુજ ઉપયોગી છે કેમ કે તે હૃદયના ધબકારા ઘટાડે છે.

 

શી સાવચેતી રાખશોઃ

  • બહુ વધુ પડતી પ્રેક્ટિસ ન કરશો, નહીં તો થકવી દેશે.
  • કોઈ યોગશિક્ષકની હાજરીમાં પ્રેક્ટિસ કરવી, જેથી મહત્તમ લાભો મળે.

 

ટીચર્સ ટિપ્સઃ

શું તમે તમારી આસપાસ, તમારી અંદર કે ગમે ત્યાં ઇશ્વરની હાજરી ક્યારેય અનુભવી છે ? તમે ખરેખર મંદિરે જવા વિચારો છો, મંદિરમાં તમે ઈશ્વરને જાણી શકો અથવા વધુ નજીક જઈ શકો છો. મને મંદિરમાં જવું ગમે છે પણ હું ઇશ્વરને આપણી આસપાસ બધે છે એમ ફીલ કરું છું. આપણે કેવળ મંદિરમાં જઈને એની હાજરી શોધવાની જરૂર નથી. હું જ્યારે રોડ પર કોઈ નાના બાળકને 10 રૂપિયા આપું છું, ત્યારે ઇશ્વરને જોઉં છું. હું એને બિલાડીમાં જોઉં છું, કે જ્યારે એને દૂધ આપું છું. હું ઇશ્વરની હાજરી જ્યારે છોડને પાણી પાઉં છું ત્યારે અનુભવું છું, જ્યારે પક્ષીઓને ચણ નાખું છું, ત્યારે તેની હાજરી અનુભવું છું. અને આ રીતે ઘણી બધી રીતે હું અનુભવું છું કે ઇશ્વર મારી બાજુમાં જ છે, મારી રોજિંદી પ્રવૃત્તિઓમાં છે. એ બહુ જ દિવ્ય અનુભૂતિ છે.

url

Image
ઓમકાર (ૐ) સહિત ઉજ્જયી પ્રાણાયામ