વામપદમ્ સિતરમૂલમ્ સંન્યાસા ધરણીતલે પાદાન્દેના યમ્યેનઃ વેસ્તાયેત્ વામાપાદકમ્ જાનુયુગ્મે કરયુગમ્ એતત્ સંકટાસનમ્.એટલે કે
ડાબો પગ એની એડી સાથે જમીન પર મૂકી જમણા પગ વડે વર્તુળ પૂરું કરવું અને હાથ વિરુદ્ધ દિશાના ઢીંચણો પર મૂકવા (જમણા પર ડાબો અને ડાબા પર જમણો). આ અઘરી મુદ્રા છે.
આ મુદ્રાને સંકટાસન કહે છે કેમ કે એ ધારણ કરવું મુશ્કેલ છે અને ટેકનિક જોતાં ધારણ કરી રાખવું પણ અઘરું છે. સંસ્કૃતમાં સંકટ એટલે જ તકલીફ, અઘરી બાબત.

રીત:

  1. શીખનાર એની જગ્યાએ પગ બાજુબાજુમાં નજીક રહે અને હાથ શરીરની બાજુમાં લટકતા રહે તે રીતે રાખીને ઊભો થાય છે..
  2. ડાબા પગ પરનું સંતુલન રાખી જમણો પગ ઊંચો કરવો અને ડાબા સાથળને તથા ડાબા પગની જમણા સાથળને એમ ચોકડી મારવી.
  3. આ મુદ્રાને થોડી વાર જાળવી રાખવી.
  4. આગળની તરફ થોડું ઝૂકવું અને સાથળની આંટી મારેલી રાખી જમણો પગ નીચો કરવો.
  5. અંતિમ મુદ્રા માટે થોડું આગળ ઝૂકવું અને તે પછી જમણો પગ ડાબા પગને વીંટવો.
  6. હાથના પંજા વિરુદ્ધ દિશાના ઢીંચણો પર મૂકીને સ્થિર ઊભા રહો. શ્વાસ સામાન્ય રાખવો.

લાભઃ

  1. એ બેલેન્સિંગ પોઝ છે એથી એમાં દરેક તબક્કે શરીરનું બેલેન્સ જાળવી રાખવું જરૂરી છે. ફાઇનલ આસનમાં સ્નાયુઓની ઉચિત તાલીમની જરૂર પડે છે.
  2. સતત એટેન્શન અને વીલપાવરનું એક્સર્શન પણ આવશ્યક છે જેથી મગજ સતત બેલેન્સિંગમાં વ્યસ્ત રહે છે.
  3. તે બેલેન્સ અને વીલપાવરમાં સુધારો કરે છે.
  4. જ્યારે આસનમાં સંતુલન થઈ જાય ત્યારે ધીમે ધીમે કરવાથી કાનના કેન્દ્રોને અને મગજને ધીમી પણ ચોક્કસ તાલીમ મળે છે જે શરીરને આરામમાં હોય કે હલનચલન કરતું હોય ત્યારે સંતુલિત રાખવા માટે જવાબદાર છે.
  5. બેલેન્સિંગ પોઝમાં રિલેક્સેશન ન હોવાથી દરેકે દરેક સ્નાયુ પર ધ્યાન રાખવું જોઈશે.

શી સાવચેતી રાખવીઃ

શરૂઆતમાં જો તમે બેલેન્સ ન રાખી શકતા હોવ તો દીવાલનો ટેકો લઈ શકાય અને એક વાર બેલેન્સ થઈ જાય તો ટેકો છોડી દેવો.

ટીચર્સ ટિપ્સઃ

  • જ્યારે તમે સંકટાસન કરો છો, તો શરૂઆતમાં બેલેન્સ કરવું અઘરું પડે છે પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ થાય છે તેમ તે થઈ શકે છે અને કમ્ફર્ટેબલી કરી શકાય છે.

જ્યારે હું આ આસનની પ્રેક્ટિસ કરું છું ત્યારે અંતિમ મુદ્રામાં હું મારી આંખો બંધ કરું છું. શરૂઆતમાં જ્યારે હું આ આસન કરતી ત્યારે માંડ થોડી સેકંડ આ આસન જાળવી શકતી. તે પછી મેં મારી જાતને માનસિક રીતે સૂચન આપવા માંડ્યાં કે તું આ કરી શકીશ. તું એને ધારણ કરી શકીશ. તું છોડી દઈ શકે નહીં. તું મજબૂત, એનર્જેટિક અને બેલેન્સ્ડ છે. જ્યારે મેં આ હકારાત્મક સૂચનો મારા મગજને આપ્યા ત્યારે મને એવું લાગ્યું જાણે કોઈ સુપર પાવર મારી અંદર આવ્યો છે એને પછી હું બંધ આંખે આ પોઝ ઘણી વાર સુધી જાળવી રાખતી થઈ. એટલું ચમત્કારિક છે એ જોવું કે આપણને ઇશ્વરે ઘણી શક્તિ આપી છે, એનર્જી આપી છે જેનો ઉપયોગ આપણે કરવો જરૂરી છે જેથી તમામ બેલેન્સિંગ આસનો તમારો વીલપાવર સ્ટ્રોંગ કરશે, કે જીવનમાં કોઈ ચેલેન્જિસ આવશે તો એને તમે સહેલાઇથી સામનો કરશો. આ આસનો ગ્રેસ અને પોઈઝથી હેન્ડલ કરાય તો સરળતાથી થઈ શકે. જીવનમાં કોઈ સંકટ આવશે, તો સંકટાસન તમને સ્ટ્રોંગ બનવા મદદ કરશે અને તમે એને સરળતાથી અને ખુશીથી સોલ્વ કરશો.

url

Article Category