એક્રોયોગ એ શારીરિક પ્રેક્ટિસ છે જેમાં યોગ, એક્રોબેટિક્સ અને થાઇ મસાજને કંબાઇન કરવામાં આવે છે.

એક્રોયોગાના બેસિસ

એક્રોયોગામાં  ત્રણ પ્રાયમરી રોલ્સ છેઃ- બેઝ, ફ્લાયર અને સ્પોટર.

 

બેઝઃ

બેઝ એ વ્યક્તિ છે જે જમીન પર પડેલી હોય છે. પણ એક્રોયોગામાં ક્યારેક બેઝ ઊભો પણ હોઈ શકે છે, એનો આધાર તમે ક્યો એક્રોયોગા કરો છો તેની પર છે. જ્યારે બેઝ જમીન પર હોય તો  ફ્લાયરને મેક્સિમમ સ્ટેબિલિટી અને સપોર્ટ  મળે છે. ફ્લાયર સાથે સંપર્કના મુખ્ય મુદ્દા છે પગનો સપોર્ટ (ખાસ કરીને ફ્લાયરના હીપ્સ, ગ્રોઇન કે લોઅર એબ્ડોમન પર મૂકાયેલ પગ) અને બંનેના હાથ દૃઢપણે બિડાયેલા હોવા જોઈએ. બેઝ પણ સ્ક્વેટિંગ હોઇ શકે અને બેઝના એન્ડ્યુરન્સ અને સ્ટેમિના  એ હદે વધારી શકાય. બેઝ અને ફ્લાયર વચ્ચેનો વિશ્વાસ એક્રોયોગામાં બહુ મહત્ત્વનો છે. બેઝનો રોલ સપોર્ટ માટે અગત્યનો છે જે બેઝ પર આધાર રાખે છે. જો બેઝ નબળો હશે તો ફ્લાયર યોગ્ય રીતે બેલેન્સ નહીં કરી શકે અને ઇજાઓ થવાના ચાન્સિસ વધારે છે.

 

ફ્લાયરઃ

ફ્લાયર એ છે જે બેઝ પર આસન પરફોર્મ કરે છે. ફ્લાયર માટે આસન કરવા માટે ટર્ન અને ટ્વિસ્ માટે ફ્લેક્સિબિલિટી અગત્યનું ફેક્ટર છે. ફ્લાયરે બેઝ પર કરવાના આસન એ સતત ચાલતી મુવમેન્ટ છે એટલે બેઝ અને ફ્લાયર બંનેનું બેલેન્સ અને ગ્રીપ બહુ જ સ્ટ્રોંગ હોવા જોઈએ. બેઝ અને ફ્લાયર બંને વચ્ચે સારો કોન્ટેક્ટ અને કમ્યુનિકેશન તથા સમજણ હોવા જોઈએ. આંખોનો કોન્ટેક્ટ બંને વચ્ચે કોમ્યુનિકેશન માટે બેસ્ટ રીત છે.

 

સ્પોટરઃ

સ્પોટર એ બેઝ અને ફ્લાયર બંનેનું ધ્યાન રાખનાર છે. સ્પોટર એ સેફ્ટી પર્સન છે જે ત્યાં ઊભો રહીને ધ્યાન રાખે છે કે બેઝ અને ફ્લાયર બંને એક્રોયોગની પ્રેક્ટિસ કરતી વખતે સલામત છે કે નહીં. શરૂઆતમાં જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે તો સ્પોટરની બહુ જરૂર પડે છે. એક વાર તમે પૂરતા કોન્ફિડન્ટ થતા જાવ કે પછી સ્પોટર ન હોય તો ચાલે. સ્પોટર પણ સજેશન્સ આપે છે અને પ્રેક્ટિસમાં સુધારો કરે છે.

 

એક્રોયોગાના ફાયદાઃ

  • તમામ આસનમાં કોર સ્ટ્રેન્ગધિંગ બહુ સારું થાય છે કેમ કે તમારે બાકીના શરીરના બેલેન્સ માટે કોરને એંગેજ કરવું પડે છે.
  • આર્મ્સ(બાહુઓ)ની તાકાત અને સ્ટેમિના વધે છે.
  • ઘણી બધી બાબતોનો ડર ઓછો થઈ જાય છે કેમ કે મોટા ભાગનાં આસનો નીચે પડવાની બીક વિના હવામાં થાય છે.
  • એક્રોમાં ઘણું બધું સ્ટ્રેચિંગ હોય છે એટલે ફ્લેક્સિબિલિટી વધે છે.
  • હવામાં જ્યારે તમે આસનો કરો છો તો સેન્ટ્રલ નર્વ્ઝ સિસ્ટમમાં બહુ જ રિલેક્સેશનનો અનુભવ થાય છે.

 

સાવચેતીઃ

  • એક્રોયોગા એ ભારતીય પરંપરાનો યોગ નથી. એ ફન એટલે કે આનંદ માટે કરવામાં આવે છે.
  • જો તમે શિખાઉ હોવ તો તમારી પાસે તમે બેલેન્સ કે ગ્રીપ ગુમાવો તો તમને પ્રોટેક્ટ કરવા માટે એક સ્પોટર હોવો જરૂરી છે.
  • પ્રેક્ટિસ વખતે તમારે તમારા પાર્ટનર પર વિશ્વાસ મૂકવો જરૂરી છે.
  • જો તમને કોઈ ઇજા થયેલ હોય, તો જો તમે ખોટી પ્રેક્ટિસ કરશો તો વધવાની શક્યતા છે.
  • પ્રેક્ટિસ કરો ત્યારે આજુબાજુ પૂરતી ખુલ્લી જગ્યા હોવી જરૂરી છે જેથી કદાચ પડો તો પણ ઘાયલ ન થાવ.

પૂર્વી શાહ(yoga for you)

url