Ardha Matsyendrasana

મત્સ્યેન્દ્રનાથ નામના મહાન યોગીએ આ આસન સીદ્ધ કર્યું હતું, આથી એનું નામ આ આસનને આપવામાં આવ્યું છે. જો કે પુર્ણ મત્સ્યેન્દ્રાસન સીદ્ધ કરવું ઘણું મુશ્કેલ હોઈ અર્ધ મત્સ્યેન્દ્રાસન જે કંઈક સરળ હોવાથી એની જ વાત આપણે કરીશું. આમ તો આ આસન પણ એટલું બધું સરળ તો નથી.

ગૌમુખાસનની જેમ જ આ આસનમાં પણ શરુઆતમાં પગ લાંબા કરી સીધા ટટાર બેસો. જમણો પગ પુરેપુરો વાળીને એની એડી ડાબો પગ જરા ઉંચો કરીને એને અડીને અંડકોશની નીચે જેને શીવની નાડી કે વીર્યનાડી કહે છે ત્યાં મુકો. જમણા પગનું તળીયું ડાબા પગની જાંઘને અડેલું રહેશે. ડાબા પગને હજુ વધારે વાળી જમણા સાથળને અડકાવવો. ડાબા પગના ઢીંચણ પર જમણા હાથની બગલનો ભાગ મુકી ડાબી તરફ વળી જમણા હાથથી પગ પકડો. જે દીશામાં શરીર વાળીએ તે તરફ માથું પણ વાળવું અને આળસ મરડીએ એ રીતે શરીર જેટલું વધારેમાં વધારે વાળી શકો તેટલું ધીમે ધીમે વાળવું, અને ખભાની સમરેખામાં લાવવાનો પ્રયત્ન કરવો. પણ એમ કરતી વખતે શરીરને બીલકુલ ઝટકો ન મારવો. આ આસનનો હેતુ કરોડ વાળવાનો છે. એ જ રીતે જમણી તરફ વળીને એટલે કે ડાબો પગ વાળીને એની એડી જમણા પગની જાંઘને અડકાડીને પણ આ આસન કરવું. બંને તરફ આ આસન એક એક મીનીટ રાખી શકાય.

આ આસનથી પેટની તકલીફમાં લાભ થાય છે અને આંતરડાં મજબુત બને છે. આથી જુની કબજીયાત મટે છે. કમરની લચકમાં સુધારો થાય છે. સ્વપ્નદોષ દુર કરવામાં તથા બ્રહ્મચર્યના પાલનમાં પણ આ આસન લાભકર્તા ગણાય છે.

Ardha Matsyendrasana

Ardha Matsyendrasana is also known as half lord of the fishes pose. This yoga pose is very common for people who are suffering from spinal problems. Yoga Matsyendrasana is named after a great yogi Matsyendranath, who was the actual founder of yoga. This yoga pose not only helps in curing nervous disorders, but also provides peace of mind to all its practitioners

અર્ધમત્યસ્યેન્દ્રાસન

અર્ધમત્યસ્યેન્દ્રાસન (Half Spinal Twist)  
•    પૂર્ણ મત્સ્યેન્દ્રાસન અઘરું હોવાથી શરૂઆતમાં અર્ધમત્સ્યેન્દ્રાસન કરવાની સલાહ આપવામાં આવે છે. બંનેમાં ફરક માત્ર પગને ક્યાં રાખવામાં આવે તેનો જ છે. 
•    અર્ધમત્સ્યેન્દ્રાસનમાં જમણા પગને ડાબા સાથળના મૂળમાં નહિ મૂકતાં ઢીંચણમાંથી વાળી પગની એડીને સિવણી સ્થાન પાસે અડે એવી રીતે રાખવામાં આવે છે. એથી આ આસન કરવામાં ઓછી કઠિનાઈ પડે છે. બાકીની બધી રીતે તે પૂર્ણ મત્સ્યેન્દ્રાસન જેવું છે. 

अर्धमत्स्येन्द्रासन

कमर और पीठ का दर्द दूर करे अर्धमत्स्येन्द्रासन अगर आप योग करने की शौकीन हैं तो, आपको यह अर्थमत्‍सयेन्‍द्रासन का पोज जरुर आता होगा। कहा जाता है कि मत्स्येन्द्रासन की रचना गोरखनाथ के गुरू स्वामी मत्स्येन्द्रनाथ ने की थी। वे इस आसन में ध्यान किया करते थे। मत्स्येन्द्रासन की आधी क्रियाओं को लेकर अर्धमत्स्येन्द्रासन प्रचलित हुआ है।

Subscribe to અર્ધમત્સ્યેન્દ્રાસન