Skip to main content

યોગ નિબંધ

યોગ-ભારતીય સંસ્કૃતિની અનમોલ ભેંટ

યોગનું મહત્ત્વ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યું છે. 21 જૂનનો દિવસ હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. યોગવિદ્યા એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તરફથી મનુષ્યજાતિને મળેલી એક અણમોલ ભેટ છે, જેને આજે દુનિયાના મોટા ભાગના દેશો અપનાવી ચૂક્યા છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓએ આર્ષદ્રષ્ટિથી પ્રાપ્ત કરેલી આ વિદ્યાને ઈ.સ. પૂર્વે ૨૦૦૦માં મહર્ષિ પતંજલિએ શાસ્ત્રીય રૂપ આપ્યું અને તેને આઠ પગથિયાંઓમાં વિભાજીત કરી, જેમાં આસન, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, સમાધિ વગેરેનો સમાવેશ છે. તેમણે પોતાના ગ્રંથ યોગસૂત્રમાં આ આઠ પગથિયાંઓનું વર્ણન કર્યું છે. તેથી આ યોગમાર્ગને અષ્ટાંગ યોગ કહે છે.

યોગથી સંપૂર્ણ આરોગ્યપ્રદ સ્વાસ્થ્યની પ્રાપ્તિ

ભારતમાં વિકસિત યોગ પદ્ધતિ આપણા જીવનને સ્વસ્થ રાખવા સમર્થ છે અને સૌથી અસરકારક છે. આજે વિદેશોમાં પણ તેને ખૂબ આવકાર મળ્યો છે. શા માટે યોગ અતિમહત્ત્વપૂર્ણ ગણાય છે, તેનાં કારણો આ રહ્યાં.

યોગ છે બાળકો માટે અનેક રીતે લાભદાયી

હાલ દુનિયાભરમાં ભારતીય યોગ ખૂબ પ્રચલિત થઈ રહ્યો છે. સામાન્ય રીતે યુવા અને પુખ્ત વયના લોકોમાં યોગ શીખવાનું, યોગ કરવાનું વલણ જોવા મળે છે. પણ યોગ શીખવાની સાચી ઉંમર છ થી આઠ વર્ષની છે, જ્યારે હાડકાં અને સ્નાયુઓ નરમ હોય છે, તેમને જે તરફ વાળવા હોય તે તરફ વાળી શકાય છે. જો બાળકોને 6થી 12 વર્ષની અંદર યોગ માટેની તાલીમ આપવામાં આવે તો તેના તેમને ખૂબ બેનિફિટ મળે છે, જે જીવનભર કામ આવે છે.