કિશોરાવસ્થામાં થતી સમસ્યાઓ અને યોગ

યોગ એક વિજ્ઞાન છે એટલે એ માત્ર આસનો નથી.. આપણે જોઈએ કે કઈ રીતે યોગ કિશોરાવસ્થામાં થતી સમસ્યાઓ પર કાબૂ મેળવવામાં મદદ કરે છે.
 

યોગ અને ઓર્થોપેડિક રોગો.

યોગ ઢીંચણનો દુખાવો, કરોડરજ્જુની તકલીફો, ગરદન, ખભા તેમ જ ગ્રોઈનના સ્ટિફ સ્નાયુઓ ઉપરાંત અયોગ્ય રીતે બેસવા-ઊઠવાની રીતને કારણે વાસ્કયુલર ઇન્સફીશ્યન્સી જેમ કે વર્ટીગો, ગીડ્ડીનેસ, ક્યારેક ટીનીટસ, (કાનના ઇનર કોરમાં રીન્ગીંગ સેન્સેશન), દુખાવો જેવા ઓર્થોપેડિક રોગમાંથી રીકવર થવામાં મદદ કરશે.

 

ગાયનૅકોલૉજિક્લ સમસ્યાઓ અને યોગ

છોકરીઓ જ્યારે પ્યુબર્ટી એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેમને માસિક ધર્મ ચાલુ થાય છે. કેટલીક વાર શરૂઆતના તબક્કામાં તેમને આ સંબંધિત કેટલીક તકલીફો ઉભી છાય છે. આવા સંજોગોમાં અમુક યોગોસનો, ક્રિયાઓ અને પ્રાણાયામ ખૂબ લાભદાયી નીવડે છે.
 

યોગ-ભારતીય સંસ્કૃતિની અનમોલ ભેંટ

યોગનું મહત્ત્વ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યું છે. 21 જૂનનો દિવસ હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. યોગવિદ્યા એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તરફથી મનુષ્યજાતિને મળેલી એક અણમોલ ભેટ છે, જેને આજે દુનિયાના મોટા ભાગના દેશો અપનાવી ચૂક્યા છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓએ આર્ષદ્રષ્ટિથી પ્રાપ્ત કરેલી આ વિદ્યાને ઈ.સ. પૂર્વે ૨૦૦૦માં મહર્ષિ પતંજલિએ શાસ્ત્રીય રૂપ આપ્યું અને તેને આઠ પગથિયાંઓમાં વિભાજીત કરી, જેમાં આસન, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, સમાધિ વગેરેનો સમાવેશ છે. તેમણે પોતાના ગ્રંથ યોગસૂત્રમાં આ આઠ પગથિયાંઓનું વર્ણન કર્યું છે. તેથી આ યોગમાર્ગને અષ્ટાંગ યોગ કહે છે.

યોગથી સંપૂર્ણ આરોગ્યપ્રદ સ્વાસ્થ્યની પ્રાપ્તિ

ભારતમાં વિકસિત યોગ પદ્ધતિ આપણા જીવનને સ્વસ્થ રાખવા સમર્થ છે અને સૌથી અસરકારક છે. આજે વિદેશોમાં પણ તેને ખૂબ આવકાર મળ્યો છે. શા માટે યોગ અતિમહત્ત્વપૂર્ણ ગણાય છે, તેનાં કારણો આ રહ્યાં.

લાઈફસ્ટાઈલ ડિસિઝના ઉપચારમાં યોગનું મહત્ત્વ

પ્રત્યેક જીવ બદલાતાં વાતાવરણ અને સંજોગો સાથે અનુકૂલન મેળવવા પ્રયત્ન કર્યા કરે છે. જો આ અનુકૂલન જળવાય તો જ જીવન ટકે. સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનો પ્રિંસિપલ કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આ બાબત પૂરવાર કરી ચૂક્યા છે. પ્રત્યેક કોષમાં ચાલતી નાની-મોટી જૈવરાસાયણિક ક્રિયાઓ જીવનને ટકાવવા માટેનો અવિરત પ્રયાસ છે. જીવની ઉત્પત્તિ બાદ સાહજિક રીતે થતી આ કુદરતી ક્રિયાઓ હોય છે. જેના પરિણામે તરતનું જ જન્મેલું પ્રાણી, જીવાત કે બાળક શ્વસન કરે છે. ખોરાક-પોષણ મેળવવા પ્રયત્ન કરે છે. બહુ જ નિમ્ન સ્તરે જીવાતા જીવનમાં કોષોનો વિકાસ-પોષણ આંતરકોષીય પ્રક્રિયાથી થયા કરે છે. માનવ જીવન ઉચ્ચકક્ષાએ જીવાતું જીવન છે.

નારીની મૂંઝવણ અનિયમિત માસિક ચક્ર, યોગથી નિયંત્રિત થાય તરત

પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને કેટલીક સારીરિક બીમારીઓનો સામનો વધુ કરવો પડતો હોય છે. આ સ્ત્રીજન્ય તકલીફો ન સહેવાય, ન કહેવાય એવી હોય છે. સ્ત્રીઓને થતી સામાન્ય વ્યાધિઓમાં અનિયમિત માસિક આવવાની વ્યાધિ ઘણી પરેશાનીરૂપ છે. આધુનિક જીવનશૈલીના ખાવા-પીવાનું, રહેવાનું, ચિંતા, વિહારને કારણે આધુનિક સ્ત્રીઓમાં આ પ્રકારના રોગ વધારે થાય છે. સામાન્ય આદિકાળમાં સ્ત્રીઓમાં આ પ્રકારની તકલીફ જીવનમાં ક્યારેક ને ક્યારેક પ્રભાવિત થાય છે. યોગથી આ પ્રકારની સમસ્યાઓનું સમાધાન આદરણીય સ્વરૂપની કરી શકાય છે, કારણ કે યોગ કેવળ શારીરિક નહીં પરંતુ મનોભાવનાત્મક સ્તર સુધી પ્રભાવદાર છે. એની કોઈ સાઈડ ઈફેક્ટ (વિપરીત અસર) થતી નથી.

સ્ત્રીઓની પરેશાની શ્વેત પ્રદરને યોગ ભગાડે તરત

શ્વેત પદર (Leucorrhoea) સ્ત્રીઓનો એક સામાન્ય રોગ છે. આ બિમારીમાં સંક્રમણને કારણે હાનિકારક જીવાણુ યોનિમાં થઈ જાય છે. તેથી સફેદ સ્રાવ થાય છે. સંક્રમણ દરમિયાન અસામાન્ય સ્રાવ થાય છે સાથે થોડી ખંજવાળ અને તેની આજુબાજુ અગ્નિ(પીડા) અને વારંવાર મૂત્ર ત્યાગની આવશ્યકતા થાય છે. આ દર્દમાં બધાથી પહેલાં પીઠના નીચેના ભાગમાં દુ:ખાવો, જાંઘ અને પેટની માંસપેશીમાં એઠન અને સોજો આવી જાય છે. અનિયમિત સ્રાવ (નોન પેસિફિક એજાઈનાઈટિસ)માં થાય છે. આ સ્રાવ સફેદ, પીળા, હલકું, લાલ રંગનું હોઈ શકે છે. યોનિમાં આ પ્રકારની સંક્રમણ બે પ્રકારની હોય છે. મોનીભિયા અને ટ્રાઈકોમોન્સ શ્વેત પ્રદર ગર્ભાશયમાં પૂરા ઘાવનું પહેલું સંકેત છે.

કબજિયાતના રોગનો યોગ વડે ઈલાજ

કબજિયાત માત્ર શારીરિક નહીં, માનસિક અવસ્થા પણ છે. કબજિયાત રહેવા માટેનાં ઘણાં કારણો હોય છે. જેવી રીતે કે માનસિક તણાવ, જમવામાં અનિયમિતતા, જીવનશૈલીની અનિયમિતતા, ફળ, શાકભાજી, પાણી વગેરેનો ઉપયોગ ઓછો હોવાથી. મોડી રાતે સુવાનું, સવારમાં ચાલવાનું, એક્સરસાઈઝ, યોગ અને વ્યાયામ વગેરે જીવનમાં નહીં કરાતા હોવાથી સમસ્યા થાય છે. કબજિયાતના યોગિક ઉપાયો છે, તેને માટે નીચે મુજબ યોગાભ્યાસ કરવો.

પ્રાણાયામના પાયાના નિયમો

પ્રાણાયામમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ.

સ્થળઃ

જ્યાં પ્રાણાયામ કરવા બેસો તે સ્થળ શાંત, જીવાણુ કે મચ્છર-ધૂળ-ગંદકી વિનાનું સ્વચ્છ હોવું જોઈએ. બહુ ઊંચું કે નીચું નહીં પણ સમતલ હોવું જોઈએ. ઓછામાં ઓછું પાંચ ફૂટના અંતરમાં કશું જ આસપાસ ન હોવું જોઈએ. એને માટે નીચેની જગ્યાઓ શ્રેષ્ઠ ગણી શકાયઃ (અ) નદીના સંગમ પર (બ) પર્વતની તળેટી, ગુફાઓ(ક) ગાઢાં લીલાં જંગલ (ડ) સરોવર કાંઠે આવેલ બાગ-બગીચા-ઉદ્યાન. જો આ સગવડ ઉપલબ્ધ ન હોય તો બારીઓ સાથે સ્વચ્છ અને શાંત ઓરડો કે ઘરનો એકાંત ઓરડો પણ ચાલે.

 

પ્રાણાયામનું ઇવોલ્યુન

બૌદ્ધયાન-ધર્મસૂત્ર, ગૌતમ-ધર્મસૂત્ર અને સત્ય-સાધશ્રુતા સૂત્રથી એ જોવામાં આવ્યું છે કે પ્રાણાયામની પ્રેક્ટિસ એ કેવળ કેટલીક ધાર્મિક વિધિઓનો ભાગ હતો. આ સૂત્રોથી એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રાણાયામ શબ્દ માત્ર અભ્યાંતર કુંભક માટે વપરાતો હતો, ત્યારે પૂરક કે રેચક કશું ન હતું. .

આ સૂત્રો મુજબ શ્વાસ રોકવાની શારીરિક ક્ષમતા ઘટે નહીં ત્યાં સુધી કુંભક જાળવી રાખવાનો રહેતો. બીજો મુદ્દો એમણે એ ઉલ્લેખ કર્યો છે તે છે શ્વાસ મંત્રના રટણ સાથે રોકવો. આ રીતે પ્રાણાયામનું ઇવોલ્યુએશન આવ્યું.

Subscribe to યોગ