ઓમકાર (ૐ) સહિત ઉજ્જયી પ્રાણાયામ

ઉજ્જયી પ્રાણાયામ એ સાયકિક શ્વસન છે. ૐ સાથે સંકળાવાથી એ એક્સલન્ટ રિલેક્સેશન અને પ્રિમેડિટેટિવ ટેકનિક બને છે. એ શીખવા માટે સરળ છે અને કોઈ પણ સમયે, રાત્રે કે દિવસે યુવાનો-વૃદ્ધો બધાં એની પ્રેક્ટિસ કરી શકે છે. તમે તમને જે પોઝિશન સૌથી વધારે કમ્ફર્ટેબલ લાગે, ખાસ કરીને સ્પાઇન, નેક અને માથું એક લાઇનમાં રહે તેટલી વાર સુધી એનો ઉપયોગ કરી શકો છો.
 

લાઈફસ્ટાઈલ ડિસિઝના ઉપચારમાં યોગનું મહત્ત્વ

પ્રત્યેક જીવ બદલાતાં વાતાવરણ અને સંજોગો સાથે અનુકૂલન મેળવવા પ્રયત્ન કર્યા કરે છે. જો આ અનુકૂલન જળવાય તો જ જીવન ટકે. સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનો પ્રિંસિપલ કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આ બાબત પૂરવાર કરી ચૂક્યા છે. પ્રત્યેક કોષમાં ચાલતી નાની-મોટી જૈવરાસાયણિક ક્રિયાઓ જીવનને ટકાવવા માટેનો અવિરત પ્રયાસ છે. જીવની ઉત્પત્તિ બાદ સાહજિક રીતે થતી આ કુદરતી ક્રિયાઓ હોય છે. જેના પરિણામે તરતનું જ જન્મેલું પ્રાણી, જીવાત કે બાળક શ્વસન કરે છે. ખોરાક-પોષણ મેળવવા પ્રયત્ન કરે છે. બહુ જ નિમ્ન સ્તરે જીવાતા જીવનમાં કોષોનો વિકાસ-પોષણ આંતરકોષીય પ્રક્રિયાથી થયા કરે છે. માનવ જીવન ઉચ્ચકક્ષાએ જીવાતું જીવન છે.

Subscribe to પ્રાણાયામ